News of Wednesday, 21st August 2024
વિધાનસભા સત્ર પ્રારંભઃ ગૃહના દ્વારે કોંગ્રેસના દેખાવોઃ અગ્નિકાંડ સામે આક્રોશ
અમિત ચાવડાની આગેવાનીમાં હાથમાં બોર્ડ રાખી વિપક્ષી સભ્યોએ સળગતા મુદાઓને વાચા આપીઃ ગૃહના પ્રારંભે મૃતક ધારાસભ્યોને શ્રધ્ધાંજલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧ :.. આજે વિધાનસભા ગૃહની ૧ર વાગે શરૂઆત થઇ ત્યારે વંદેમાતરમના રાષ્ટ્રગાનથી ગૃહની કામગીરીની શરૂઆત થઇ હતી. ગૃહના પ્રારંભ પહેલાં કોંગી ધારાસભ્યોએ ગૃહ બહાર દેખાવો કર્યા હતાં.
આ પહેલા વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે વિપક્ષના સભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડ સહિતના મુદ્્ે આક્રોશ ઠાલવ્યો હતો.
ગૃહમાં ટૂ઼કી મુદતના એક પ્રશ્નનમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો સરકારી શાળામાં પગાર લેતા હતા અને વિદેશમાંથી પણ વેતન લેતા હતાં. આ પ્રશ્ને ચર્ચાના અંતે શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર જવાબ આપતા જણાવ્યું હતું કે અમારી પાસે આવી વિગતો આવી નથી. પરંતુ જયાં જયાં આવી માગણીઓ મળી હતી ત્યાં ચોકકસ સરકારી ધારા ધોરણ મુજબ પગલા લેવામાં આવે છે.ત્યારબાદ પૂર્વ રાજયપાલ કમલા બેનીવાલના દુઃખદ અવસાન અને ગૃહના પૂર્વ સભ્યોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. અન્ય મૃતક સભ્યોને પણ શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી.
આજ રોજ ૧૧-૩૦ વાગે વિધાનસભા પગથિયા આગળ શ્રી અમિતભાઈ ચાવડા (કોંગ્રેસ ધારાસભ્ય ) ના વડપણ હેઠળ અન્ય ૯ જેટલા કોંગ્રેસ ધારાસભ્યો જુની પેન્શન યોજના લાગુ કરવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરો, અતિવળષ્ટિ પાક નુકશાની ખેડૂતોને વળતર આપો, સ્થાનિક સ્વરાજની સંસ્થામાં વહીવટદારો દૂર કરો, બળાત્કારીને સજા આપો સહીતની માંગણી સાથે સૂત્રોચાર અને બેનર બતાવી વિરોધ નોંધાવેલ હતો. ગૃહમાં પ્રશ્નોતરી ચાલે છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
