<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યની ભરતી માટે ૧રપ૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ફોર્મ ભરવાની કાર્યવાહી બાદ વેરીફીકેશન થયા બાદ પ્રોવીઝનલ યાદી બહાર પડશે

રાજકોટ તા. ર૧: ગુજરાત રાજયની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી થનાર છે. ત્યારે અંદાજે ૧ર૦૦ જેટલી જગ્યાઓ માટે રાજયભરમાંથી ૧રપ૦ ઉમેદવારોએ આચાર્ય થવા રસ દાખવ્યો છે.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્યની ભરતી માટે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૧રપ૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે. ફોર્મ વેરીફીકેશનની કામગીરી આજે સાંજ સુધી ચાલશે.

વેરીફીકેશનની કાર્યવાહી બાદ જિલ્લા કક્ષાએ વાંધાઓના નિકાલની કાર્યવાહી કરાશે. ત્યારબાદ પ્રોવીઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થશે. રાજયની ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી દિવસોમાં આચાર્યની જગ્યાઓ ભરાશે.

ગુજરાત રાજય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ૧ર૦૦ જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે કેટલાક સ્થળે વિવાદ, કોર્ટ કેસ હોવાને કારણે ૯૦૦ બેઠકો ભરવાની શકયતા છે.

(2:15 PM IST)