News of Wednesday, 21st August 2024
નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તે પ્રત્યેક ગુજરાતી માટે ગૌરવરૂપઃ ભૂપેન્દ્રભાઇ
વિધાનસભામાં અભિનંદન ઠરાવઃ રાજ્યના વિકાસનો શ્રેય વડાપ્રધાનને

રાજકોટ,તા. ૨૧: આજે વિધાનસભામાં સંકલ્પ રજૂ કરતા જણાવેલ કે, તાજેતરમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનું મહાપર્વ આપણે સૌએ ધામધૂમથી ઉજવ્યું. આ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભારતના નાગરિકોએ વિકસિત ભારતના સ્વપ્નદ્રશ, મહાન વિચારક, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા. ઉત્તમ પ્રશાસક, વિકાસપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદીજીને ભારતના પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત દેશનું સુકાન સોંપ્યું છે. જે ગુજરાતના પ્રત્યેક નાગરિક માટે ગૌરવ અને આનંદનો વિષય છે.
મુખ્યમંત્રીએ જણાવેલ કે વિશ્વભરમાંઆપણા તિરંગાનું સન્માન વધારનાર, ગુજરાતના પનોતાપુત્ર અને ભારતનાં યશરવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિશ્વની સૌથી મોટી લોકશાહીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે આ ગળહના નેતા તરીકે સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન બે વખત દેશના સફળ સુકાની તરીકે દેશને નિર્ણાયક નેતળત્વનો અહેસાસ કરાવ્યો છે. વિશ્વભરમાં ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની સાથે આ દેશના છેવાડાના માનવીની ચિંતા કરતા નરેન્દ્રભાઈ મોદીજીએ લગભગ દોઢ દાયકા જેટલા દીર્ઘકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને આ ગળહના નેતા તરીકે તેમનું અપ્રતિમ યોગદાન આપ્યું છે. માનનીય નરેન્દ્રભાઈના નેતળત્વમાં આપણું ગુજરાત આગવું ગુજરાત બન્યું. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ એક સફળ મુખ્યમંત્રી તરીકે વાઇબ્રન્ટ ગુજરાતના નૂતનમંત્રથી વિકાસની આગવી કેડી કંડારી. ગુજરાતને વૈશ્વિક કક્ષાએ હરિફાઈ કરવા માટે સક્ષમ કર્યું, આજે ગુજરાત વિકાસના રાજમાર્ગ પર જે રીતે હરણફાળ ભરી રહ્યું છે તેનો સઘળો શ્રેય માનનીય નરેન્દ્રભાઈને જાય છે.
એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાનનો આ અરુણોદય ગુજરાતમાંથી થયો છે. મને જણાવતા અત્યંત ગૌરવ થાય છે કે આપણા પ્રધાનમંત્રી મોદીજીએ જ્ઞાન એટલે કે નોલેજની મહત્તા તો વધારી જ પણ સાથે-સાથે આપણને જ્ઞાનની એક નવી પરિમાષા પણ આપી. આ નયા ભારતમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા, આપણા દેશના ગરીબ, યુવા, અન્નદાતા, મહિલાઓને મુખ્ય ધારામાં લાવવા અને સર્વસમાવેશી નીતિઓ તૈયાર કરવી એ નયા ભારતનો વિકાસ મંત્ર છે. દરિદ્રનારાયણની સેવાને સમર્પિત ‘વન નેશન વન રાશન'એ. વિશ્વની સૌથી મોટી પોષણ યોજના છે. છેલ્લા દસ વર્ષમાં પ્રત્યેક ક્ષેત્રમાં ભારતે મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિ એ પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિનું સુખદ પરિણામ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પી. એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજના હોય કે પછી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી મુદ્રા લોનની યોજના હોય; આ દરેક યોજનાઓમાં મોદીજીના પારસસ્પર્શની અનુભૂતિ થાય છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સેમીફોન ઇન્ડિયા જેવી પ્રગતિશીલ નીતિઓથી ભારતની યુવાશક્તિને નવી પાંખો મળી છે. મુખ્યમંત્રીએ વિસ્તૃત ઉદ્દબોધનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રશંસા કરી હતી.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
