News of Wednesday, 21st August 2024
શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભ નહિ મળે : પ્રવકતા મંત્રીનો સ્પષ્ટ સંકેત
સરકાર વચન આપીને ભૂલી ગઇ ? આંદોલન કરતા શિક્ષકોને આંચકો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨૧: જૂની પેન્શન યોજના બાબતે શિક્ષકોનું આંદોલન હાલ ચાલી રહ્યું છે તે અંગે આજરોજ પત્રકાર દ્વારા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના સવાલ કર્યો હતો કે આપ જૂની પેન્શન યોજના અંગે ૨૦૦૫ના નિર્ણયને આપવા માંગો છો કે કે મતે અંગે મંત્રીશ્રીએ જણાવેલ કે આ અંગે સરકારમાં કોઈ પોલિસી નથી અને આપવાની કોઈ યોજના નથી.
આ બાબતે પત્રકારે એ મિત્રોએ તેમને ઘેર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી પહેલા શિક્ષકોનું આંદોલન ચાલતું હતું ત્યારે એક કમિટીની રચના શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં રચવામાં આવેલ જમા તે વખતના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ સામેલ હતા તેઓએ શિક્ષકોને આ લાભ આપવામાં આવશે તેવું તે વખતે જણાવેલ અને આજે નહીં આપવા બાબતમાં નિવેદન કરતા ચર્ચાનો વિષય બન્યો છે તેમજ શિક્ષક સમુદાયમાં આ અંગે ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શકયતા રહેલી છે
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
