<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

૧ સપ્‍ટેમ્‍બરથી ભાજપનું સંગઠન પર્વઃ પ્રત્‍યેક બુથમાં ૨૦૦ સભ્‍યો નોંધાશે

મિસ્‍ડકોલ, કયુઆર કોડ, વેબસાઇટ વગેરે પધ્‍ધતિથી સભ્‍ય નોંધણી તા.૧૯ થી ૨૧ ઓગષ્‍ટ જિલ્લા કાર્યશાળાઃ ૧ ઓકટોબરથી સક્રીય સભ્‍ય નોંધણી

રાજકોટ તા. ર૧ :.. ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન પર્વ (સભ્‍ય નોંધણી અભિયાન) માટે આજે ગાંધીનગરમાં કેન્‍દ્રીય મહામંત્રી રાધામોહનજીની હાજરીમાં પ્રદેશ કક્ષાની કાર્યશાળા યોજાયેલ છે. જેમાં સભ્‍ય નોંધણીની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.

રર થી ર૪ ઓગષ્‍ટ વચ્‍ચે  દરેક મહાનગર અને જિલ્લામાં જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાનાર છે. ૩૧ ઓગષ્‍ટ સુધીમાં બુથ કક્ષાની કાર્યશાળા થઇ જશે. તા. ૧ થી રપ સપ્‍ટેમ્‍બર પ્રાથમિક સભ્‍ય નોંધણી થશે. રાબેતા મુજબની પધ્‍ધતિ ઉપરાંત મિસ્‍ડ કોલ, કયુઆર કોડ વગેરેનો સભ્‍ય નોંધણીમાં ઉપયોગ કરવામાં આવશે.

તા. ૧ ઓકટોબરથી સક્રિય સભ્‍યો નોંધાશે. દિવાળી આસપાસ અથવા ત્‍યાર પછી તુરત પ્રદેશ કક્ષાનું માળખુ રચાશે. બુથથી માંડી પ્રદેશ સુધી સંગઠન સંરચના થશે. આ કાર્યક્રમ દેશવ્‍યાપી છે.

ભૂતકાળમાં ગુજરાતમાં ૧ કરોડથી વધુ સભ્‍યો નોંધાયેલા સભ્‍ય સંખ્‍યાબળમાં યુ. પી. પછી ગુજરાત બીજા ક્રમે છે. આ વખતે પ્રત્‍યેક બુથ પર ર૦૦ પ્રાથમિક સભ્‍યો અને ત્રણ - ત્રણ સક્રિય સભ્‍યો નોંધવાનો લક્ષ્યાંક છે.

રાજકોટમાં સદસ્‍યતા અભિયાનની શહેર કક્ષાની કાર્યવશાળા આવતીકાલે થશે. વોર્ડવાઇઝ કાર્યશાળા શુક્રવારે યોજાનાર હોવાનું જાણવા મળે છે.

સદસ્‍યતા અભિયાનની પ્રદેશ ટીમમાં દિનેશ મકવાણા, રંજનબેન ભટ્ટ, જયરામભાઇ ગામીત, કુલદીપસિંહ સોલંકી, વાઘજીભાઇ ચૌહાણ, નિખિલભાઇ પટેલ, યજ્ઞેશભાઇ દવે તથા મનન દાણીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. 

(3:48 PM IST)