<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

એક બે કે ત્રણ નહિ, ૧૪-૧૪ લકઝરી કાર હપ્‍તે મેળવી નિકાલ કરી નાખ્‍યો

વડોદરાના કુખ્‍યાત વસીમે સૌરાષ્‍ટ્ર સુધી માયાજાળ વિસ્‍તારેલીઃ કાર કબ્‍જે કરવા વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચના જુનાગઢ, ભાવનગરમાં ધામા પ્રજાકીય કાર્યો માટે સતત તત્‍પર સી.પી. નરસિંહમા કોમારના આદેશના પગલે જેસીપી મનોજ નિનામા, ડી.સી.પી. યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં પીઆઇ આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરાના નેતૃત્‍વમાં પીએસઆઇ સી.ડી. યાદવ ટીમની કાબીલેદાદ કામગીરી

રાજકોટતા. ર૧ : વડોદરા સીપી તરીકે નરસિંહમાં કોમાર જેવા સ્‍વચ્‍છ છબી ધરાવતા અને પ્રજાના પ્રશ્ને સતત જાગૃત એવા આઇપીએસ અધિકારી આવ્‍યા બાદ ક્રાઇમ બ્રાન્‍ચને ખરા અર્થમાં કોઇ પણ ક્રાઇમ સામે જાગૃત અને ખુબ મહેનતુ બનાવી મેદાને ઉતારતા લોકો પણ હર્ષ અનુભવી રહ્યા છે.

કુખ્‍યાત વસીમે હપ્તા ભરવાની શરતે ૧૪ જેટલી લકઝરિયસ કાર મેળવી આ કામ ગીરવે મુકી દીધેલ, આવી મોટી ઠગાઇની ઘટનાથી જેસીપી મનોજ નિનામા, ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઇઆર.જી. જાડેજા તથા એચ.ડી. તુવરાના નેતૃત્‍વ હેઠળ સી.પી. દ્વારા વિશેષ કાર્ય સુપ્રત કરવામાં આવેલ.

ક્રાઇક બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર આર. જી. જાડેજા તેમજ પોલીસ ઇન્‍સ. એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ પો. સબ. ઇન્‍સ. સી.ડી. યાદવનાઓ ઉપરોકત નોંધાયેલ ઠગાઇના ગુનાની તપાસ કરતા હોય ટીમ સાથે મળીને આ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા આરોપી દ્વારા ઠગાઇ કરી લઇ ગયેલ ફોરવ્‍હીલ વાહનોની ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ ગુનાના આરોપી વસીમ યુસુફભાઇ નોબારા રહે. ભોજ ગામ પરબડી ફળીયુ તા. પાદરા જી. વડોદરાને શોધી કાઢી પુછપરછ કરી આ આરોપીએ વડોદરા શહેર ઉપરાંત અન્‍ય જીલ્લાના ભોગ બનેલ નાગરિકો પાસેથી માસીક ભાડાના બહાને મેળવેલ વાહનો અંગેની સતત પુછપરોછ કરી તપાસ કરવામાં આવતા હાલ સુધીની પુછપરછ અને તપાસ દરમ્‍યાન આ રીઢા આરોપી દ્વારા ફરીયાદી અને સાહેદોની માલીકીની ફોરવ્‍હીલ ગાડી કુલ નંગ -૧૪ કુલ કિ. રૂપિયા ૮૧,૦૦,૦૦૦ ના શોધી કાઢવામાં આવેલ છે. આ કબ્‍જે કરવામાં આવેલ ફોરવ્‍હીલ વાહનો આરોપીએ વડોદરા શહેર ઉપરાંત જુનાગઢ, ભાવનગર, આણંદ વિગેરે સ્‍થળો પર માત્ર ત્રણ થી ચાર લાખ રૂપિયા લઇ જુદા જુદા વ્‍યકિતઓને ગિરવે આપી આવેલ હોય ક્રાઇમ બ્રાનચની ટીમો દ્વારા આ તમામ વાહનો શોધી કાઢી કબ્‍ેજે કરવામાં આવેલ છે.

આ પકડાયેલ આરોપીની સઘન પુછપરછ દરમ્‍યાન થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતેના ફરીયાદીને ફોર્યુનર ફોરવ્‍હીલ કાર વેચાણ આપી ત્‍યારબાદ આરોપીઓ દ્વારા આ ફોર્ચુનર ગાડીની ઉઠાંતરી કરી વડોદરા લાવવામાં આવેલ જે ફોર્યુનર ગાડીને વડોદરામાં પકડી પાડેલ હોય આ અંગે ફોર્યુનર ગાડીની ઉઠાંતરી કરવા અંગેનો ગુનો જે.પી. રોડ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ હોય આ ગુનાની તપાસ દરમ્‍યાન પણ આ આરોપી વસીમ નોબારાની સંડોવણી જણાઇ આવતા આરોપી સામે આ ગુના સંબંધે પણ કાયદેસરની કાર્યાવહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું

નામ-સરનામું

વસીમ યુસુફભાઇ નોબારા (ઉ.વ.૩૦) રહે. ભોજ ગામ પરબડી ફળીયુ તા. પાદરા જી. વડોદરા)

(4:13 PM IST)