News of Wednesday, 21st August 2024
ગુજરાતમાં ફરી વરસાદે જોર પકડ્યું : આજે દક્ષિણ ગુજરાત અને દાહોદ-છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા : 26મીએ અમદાવાદમાં મેઘો ધોધમાર વરસી શકે : હવામાન વિભાગની આગાહી
26 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદ પડે તેવી શક્યતા

અમદાવાદ તા.૨૧: ગુજરાતમાં બે દિવસથી વરસાદે જોર પકડ્યું છે. આજે પણ સુરત સહિત અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને દાહોદ-છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી 26 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે અને વડોદરા, ભરૂચમાં અતિભારે વરસાદ થઇ શકે છે.
21 ઓગસ્ટના રોજ આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
22 ઓગસ્ટના રોજ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
23 ઓગસ્ટના રોજ, ભરૂચ, નર્મદા અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
24 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
25 ઓગસ્ટના રોજ મહીસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. અરવલ્લી, પંમચહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
26 ઓગસ્ટના રોજ વડોદરા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
27 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
