News of Wednesday, 21st August 2024
ગુજરાતમાં બપોર બાદ મેઘરાજા 11 તાલુકામાં મહેરબાન થયા સૌથી વધુ વરસાદ નડિયાદમાં એક ઇંચ વરસ્યો જોકે અન્યત્ર વિસ્તારમાં હળવા ભારે ઝાપટા
આજે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૨૧ : આજે મેઘરાજાએ બપોરે 12 વાગ્યા સુધી વિરામ લીધો હતો. ત્યારે હવે છેલ્લા 2 કલાક એટલે કે 12 થી 2 વાગ્યા દરમિયાન મેઘરાજાની સવારી આવી પહોંચી છે. આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 11 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નડિયાદમાં 1 ઈંચ જેટલો નોંધાયો છે. જાણો અન્ય ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
આજે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા
હવામાન વિભાગની આગાહી
આજે હવામાન વિભાગ દ્વારા દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
