News of Wednesday, 21st August 2024
વડોદરા :બેન્કના મેનેજર તરીકેની ઓળખ આપી ગોલ્ડ લોનના નામે 3કરોડની છેતરપિંડી આચરનાર ઠગની પોલીસે ધરપકડ કરી

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી 3 કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. માંજલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી ઓળખાણ આપતા વિશાલ જયંતીભાઈ ઠક્કર (મેપલ મીડોઝ, રિલાયન્સ મોલ પાસે, જુના પાદરા રોડ અને વેદાંત વિશ્રામ એપાર્ટમેન્ટ, જાંબુઆ, વડોદરા મૂળ રહે.ઉમંગ નગર 150 રીંગરોડ,રાજકોટ) નામના ઠગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ગ્રાહકો પાસે ગોલ્ડ લઈ જઈ પાંચ દિવસમાં લોન મળી જશે તેમ કહી કોરા ફોર્મ પર તેમજ સહીઓ લેનાર ઠગ લોનની રકમ જુદા-જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લેતો હતો.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
