News of Wednesday, 21st August 2024
સોશ્યલ મીડિયામાં પીઆઇ,પીએસઆઇની ઝોન બદલીનો વાયરલ પરિપત્ર ખોટો: ડીજીપી વિકાસ સહાયે કરી સ્પષ્ટતા
એક જ ઝોનમાં નોકરી કરનાર PSI અને PIને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં. આ પરિપત્રને લઈને રાજ્યના પોલીસ વડાએ જ મોટો ખુલાસો કર્યો

અમદાવાદ : ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ એક પોલીસ વિભાગને બદલીને લઈને એક પરિપત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક જ ઝોનમાં નોકરી કરનાર PSI અને PIને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં. જોકે આ પરિપત્રને લઈને આજે એટલે કે બુધવારે રાજ્યના પોલીસ વડાએ જ મોટો ખુલાસો કર્યો
રાજ્યમાં થોડા દિવસો પહેલા જ એક પરિપત્ર સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. અને આ પરિપત્રમાં 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર PSI અને PIને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં. જે બિન હથિયારી PSI અને PIએ એક જ ઝોનમાં 5 વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં. આ પરિપત્ર વાયરલ થતાં જ બદલીને લઈને પોલીસ બેડામાં તેમજ લોકોમાં ચર્ચા શરુ થઈ ગઈ હતી. જો કે આ પરિપત્રને લઈને રાજ્યના વડા વિકાસ સહાય દ્વારા જ ખુલાસો કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. વિકાસ સહાયે વાયરલ થયેલા પરિપત્રને લઈને જણવાવ્યું છે કે આવો કોઈ પરિપત્ર નથી. એટલે કે વાયરલ થયેલો પરિપત્ર સાચો નથી.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
