News of Wednesday, 21st August 2024
અમદાવાદના અનેક વિસ્તારોમાં વિચિત્ર ગંધ સાથે ધુમાડો છવાતા લોકોમાં કુતૂહલ સર્જાયું
આખરે આ ગંધવાળો ધુમાડો કેવી રીતે ફેલાયો છે? આ ધુમાડા સાથે જ વિચિત્ર ગંધ પણ આવતા લોકો આશ્ચર્યમાં મૂકાયા: લોકોમાં તર્ક-વિતર્ક

અમદાવાદ: શહેરના અનેક વિસ્તારોમાં ધુમાડો દેખાતા લોકોમાં કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધુમાડો દેખાતા લોકોમાં તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. જોકે, આ સમગ્ર મમાલે તંત્ર પણ તપાસ કરી રહ્યું છે કે, આખરે આ ગંધવાળો ધુમાડો કેવી રીતે ફેલાયો છે? આ ધુમાડા સાથે જ વિચિત્ર ગંધ પણ આવી રહી છે. જેના લીધે લોકો આશ્ચર્યમાં મૂકાયા છે.
સામાન્ય રીતે કોઇ ગેસગળતર થયું હતું કે કોઇ ફેક્ટરીમાંથી ગેસ લીક થયું હોય ત્યારે આ પ્રકારની ગંધ આવતી હોય છે. તેવી જ ગંધ સાથે ધુમાડો છવાતા શહેરીજનોમાં કુતૂહલ સર્જાયું છે.
સાંજના સમયે અમદાવાદના એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, મકરબા સહિતના અનેક વિસ્તારોમાં ખૂબ ધુમાડો છવાયો હતો. સાથે જ એક વિચિત્ર ગંધ પણ લોકો અનુભવી રહ્યા હતા.
લોકો પહેલા આ ધુમાડાને ધુમ્મસ સમજતા હતા. પરંતુ તેની સાથે ગંધ આવતાં લોકોમાં અનેક તર્ક-વિતર્ક સાથે ચર્ચા જાગી હતી.
આ ઘટનાને લઇને લોકો ફરિયાદ કરી રહ્યા છે. જોકે, આ ધુમાડાને લઇને પણ તંત્ર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે કે, આખરે આ ઘુમાડો કેમ છવાયો છે અને ગંધ કેમ આવી રહી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
