<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

રાજકોટમાં કપાસનો ભાવ રૂ.1584 સુધી બોલાયો: જાણો રાજ્યની 22 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ?

ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 250.36 ટન કપાસની આવક થઇ: સૌથી ઉંચો ભાવ તળાજામાં રૂ.1611 બોલાયો

અમદાવાદ :ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 250.36 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ તળાજામાં રૂ.1611 બોલાયો હતો. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1584 સુધી બોલાયો હતો. રાજકોટમાં કપાસનો નીચો ભાવ 1470 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત બોટાદમાં 1601 રૂ. અને ગોંડલમાં 1551 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 250.36 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 112.60 ટન, જૂનાગઢમાં 46, અમરેલીમાં 34.90, બોટાદમાં 33.40, છોટા ઉદેપુરમાં 18.50, મોરબીમાં 2.20, ભરૂચમાં 1.10, જામનગર અને સુરત જિલ્લામાં 0.80 ટન કપાસની આવક થઇ છે.

 

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતળાજા16111611બોટાદ14811601રાજકોટ14701584નિઝર15491573બાબરા14301572સાવરકુંડલા12251570જસદણ13001568ગોંડલ11311551રાજુલા10311551અમરેલી9411545જેતપુર7761541મોરબી12201522ધારી10511516ભેસાણ10001512કાલાવડ13901510બોડેલી13401390મોડાસર13601390હાંદોડ13501385કલેડીયા13551380ખાંભા12501250જંબુસર(કાવી)11201200જંબુસર10801160

(10:52 PM IST)