<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

ગુવાર ગામની સીમમાં થયેલા મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડતી એલ.સી.બી., નર્મદા

આ હત્યાના ગુનામાં નર્મદાનાઓ દ્વારા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા રાજપીપળા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ કામગીરી કરી સફળતા મેળવી છે.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:લોકેશ યાદવ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં બનતા ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપતા, અનડીટેક્ટ ગુન્હાઓમાં તા.૧૦/૦૭/ ૨૦૨૪ ના રોજ ગુવાર ગામની સીમમાં થયેલ હત્યાનો બનાવ વણશોધાયેલ હોય જે ગુન્હાને ડીટેક્ટ કરવા પોલીસ અધિક્ષક, નર્મદા નાઓ દ્વારા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા રાજપીપળા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવી હોય જેમાં ગુવાર ગામના ભીખાભાઇ મનાભાઇ તડવીના પુત્ર મિતેશભાઇ ભીખાભાઇ તડવી (ઉ.વ.૩૦ )( રહે.ગુવાર તા.નાંદોદ જી.નર્મદા )નાઓ ગુવાર ગામથી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં લાછરસ ગામે વાળ કટીંગ કરાવવા માટે ગયેલ અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પહોંચેલ નહી જેથી મિતેશભાઇની માતા સુમિત્રાબેન ભીખાભાઇ તડવી દ્વારા રાજપીપલા પો.સ્ટે. માં ફરીયાદ થયેલી જેમાં એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા અનડીટેકટ મર્ડરના ગુનામાં લાછરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપર આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરવામાં આવેલ. તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરવામાં આવેલ હતી આસપાસના ગામોના શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજુરોની  પુછપરછ કરવામાં આવેલ જે ખુનના ગુના બાબતે આર.જી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નર્મદા તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીની હકિકત મેળવવા બાતમીદારો અને હ્યુમન્સ સોર્સ આધારે એ.એસ.આઇ. અશોકભાઈ ભગુભાઇ બ.નં.૭૪૫ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા જેના આધારે ઇશ્વરભાઇ ઉર્ફે ગુલો રમણભાઇ તડવી હાલ રહે. લાછરસ મુળ રહે. ગુવાર નાની ઉપરોક્ત ગુના બાબતે પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા તેમજ નયનેશભાઇ ગોપાલભાઇ તડવી રહે.લાછરસ, નકટી ફળીયુ તા.નાંદોદ તથા જોશનાનાબેન ચન્દ્રકાંતભાઇ સોમાભાઇ તડવી રહે થુવાવી ટીમ્બી ફળિયુ તા.ડભોઇ જી.વડોદરા હાલ રહે, લાછરસ તા.નાંદોદ જી.નર્મદા નાઓની પણ પુછપરછ કરવી જરૂરી જણાતા પોલીસે શકમંદ ઇસમોને રાજપીપલા એલ.સી.બી., કચેરી ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી સધન પુછપરછ કરતા ઉપરોક્ત હત્યા ઇશ્વરભાઇ ઉર્ફે ગુલો રમણભાઇ તડવી મુળ રહે.ગુવાર તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે.લાછરસ, નકટી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા નાઓએ કરેલ હોવાની હકિકત જણાવતો હોય જેની વધારે પુછપરછ કરતા મરનારના કાકા વિક્રમભાઇ મનાભાઇ તડવી રહે,ગુવાર નાની પત્નિ સાથે આરોપીને અગાઉ આડા સબંધ હોય અને આરોપી અપરણીત હોય તા. ૦૯/૦૭/૨૦૨૪ ના સાંજે મરનાર મિતેષ તડવી પોતાના ઘરે આવી જોશનાબેન સાથે બેસેલ હોય જે બાબતે ઇશ્વર ઉર્ફે ગુલાને શંકા જતા પોતાની સાથે મજુરી કરતા પોતાના મિત્ર નયનેશભાઇ ઉર્ફે કાભઈ ગોપાલભાઇ તડવી રહે, લાછરસને ફોન કરી પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેષને તેના ઘરે ગુવાર ગામે મુકવા જવાનું બહાનું બનાવી પોતાના ઘરે પડેલ ધારીયુ લઇ પોતાનુ મોટર સાયકલ નયનેશને ચલાવવા આપી બન્ને જણા મિતેષને મુકવા માટે નિકળેલ અને લાછરસ ગામથી ચુડેલ માતાના મંદિરથી ગુવાર તરફ જવાના રસ્તે કેનાલ નજીક મોટર સાયકલ ઉભુ રખાવી મિતેષને નીચે ઉતારી પોતાની પ્રેમિકા જોશના સાથે કેમ બેસેલ જે બાબતે બોલાચાલી કરી પોતાની પાસે રહેલ ધારીયુ મિતેશને માથાના ભાગે તથા છાતીના ભાગે મારી બન્ને જણ ત્યાંથી પોતાના ઘરે આવી ગયેલ હોવાની હકિકત જણાવેલ જે બાબતે નયનેશ ઉર્ફે કાભઇની પુછપરછ કરતા પોતે પણ ગુનો કરેલાની કબુલાત કરતો હોવાની હકિકત જણાવતો હોય જેથી આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી સારૂ રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

(11:07 PM IST)