<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સાવધાન : 500 રૂપિયાની નોટ તપાસીને લેવી...શું છે હકીકત જાણો...

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભારત દેશ માં ઘણી જગ્યાઓ પર ચલણી નોટો ડુપ્લીકેટ બનાવી બજાર માં અસલી તરીકે ઘુસાડવાનું ષડયંત્ર વર્ષો થી ચાલી રહ્યું છે અને પોલીસ વિભાગ આવા તત્વો ને અનેકવાર પકડી ચૂકી છે છતાં આદત સે મજબૂર ની જેમ આવા લોકો ફરી આ ધંધો જગ્યા બદલી કરતા હોય છે જેમાં કલર ઝેરોક્ષ સહિત અનેક કિમિયા અપનાવી નકલી ચલણી નોટો બનાવવામાં આવે છે અને એમના કેટલાક એજન્ટો મારફતે આ નકલી નોટો બજારમાં ઘુસાડવામાં આવતી હોય છે,  જોકે પોલીસ માં આવા તત્વો પકડાયા બાદ નકલી નોટ કંઈ રીતે ઓળખવી એ બાબતે પણ પોલીસ વિભાગ જાહેરાત કરે છે ત્યારે હાલમાં રૂપિયા 500 ની નકલી ચલણી નોટ બજાર માં આવી હોવાનો ફોટો સોશિયલ મીડિયા માં ફરી રહ્યો છે જેમાં હાલ બજાર માં ફરતી નકલી 500 ની નોટ ને કઈ રીતે ઓળખશો એ જાણો....આ નકલી નોટ માં છાપેલા નંબર ની આગળ એક સ્ટાર (*) લગાવવા માં આવ્યો છે જોકે અસલી નોટ માં સ્ટાર આવતો નથી માટે નંબર આગળ લગાવેલા સ્ટાર વાળી 500 ની ચકની નોટ નકલી છે એ જાણી લેશો

(11:16 PM IST)