News of Wednesday, 21st August 2024
SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહ્યા
રાજપીપળામાં બંધ ને મિશ્ર પ્રતિસાદ, ડેડીયાપાડા, સાગબારા સેલંબામાં સજજડ બંધ જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સુપ્રિમ કોર્ટના અનુસુચિત જાતિ અને જનજાતિ ને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કરી ભારત બંધને સમર્થન આપ્યું હતું.
૧લી ßઓગસ્ટ2024 ના રોજ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડ ની 7 જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ ને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો. જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે. સુપ્રિમ કોર્ટના આ ચુકાદાથી મુળ સંવિધાનનું ઉલ્લંઘન થાય છે.સંવિધાન ની ધારા 341 તથા 342 મુળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કારવાની અધિકાર રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે સુપ્રિમ કોર્ટ ના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણય ને લઇને સમગ્ર દેશના SC-ST ના સામાજીક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું. જેને લઇ ગુજરાતના તમામ સામાજીક-રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથે ની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાતમાથી સૌ લોકો એ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોને બંધ પાળવાનું આહવાન કર્યું. આજે અંબાજીથી લઇ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય-વર્ગ ના લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિત ના બજારો એ સજ્જડ પાડી સમર્થન કર્યું છે.
વાત કરીએ નર્મદા જીલ્લાની તો જિલ્લાના વડા મથક રાજપીપળા માં બંધ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો અને મોટા ભાગના બજારો માં દુકાનો, લારી, ગલ્લા, શાળા, કોલેજો અને અન્ય ચાલુ રહ્યા હતા. જોકે કેટલીક શાળા માંથી એકાદ બે કલાક બાદ વિદ્યાર્થીઓ ને છોડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા સેલંબા માં સજજડ બંધ જોવા મળ્યો હતો
રાજપીપળામાં સવારે બજારો ખુલ્લા રહ્યા બાદ બપોરે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વેપારીઓ ને આજે સમગ્ર ભારતમાં બંધનું એલાન હોય જેથી દરેક નાના-મોટા વેપારીઓ ને પ્રેમથી સમજાવી શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ દરેક દુકાનો બંધ કરે અને સમર્થન આપવા અપીલ કરી, જેથી રાજપીપળા ની દુકાનો બંધ કરવામાં આવી હતી.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
