News of Wednesday, 21st August 2024
નર્મદા જિલ્લામાં બે બનાવોમાં એક મહિલા અને એક વ્યક્તિએ ઝેરી દવા પી લેતા બંનેનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઝેરી દવા પી આપઘાત કરવાની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં ગતરોજ પણ જિલ્લામાં ત્રણ વ્યક્તિઓ એ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો જેમાં એકનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર પ્રથમ બનાવ માં મરનાર વેચાતભાઈ બુટાલભાઈ વસાવા (ઉ.વ.૫૫)( રહે.રૂંઢ સુથાર ફળીયુ, તા.નાંદોદ) નાઓને તા.૧૯/૦૮/૨૦૨૪ ના રોજ રક્ષાબંધનનો તહેવાર હોય પરીવારના બધા ઘરે ભેગા થયેલ હતા અને તેમના પત્નિ લલીતાબેનનાઓએ તેમને જમવા બનાવવા કામકાજ બાબતે કહેતા મરનારને મનમાં લાગી આવતા ઘરમાં પડેલ ઝેરી દવા પોતાની જાતે પી જતા બીજા દિવસે સારવાર દરમ્યાન મોત થયું હતું.
જ્યારે બીજા બનાવમાં મરનાર ભંગડીબેન છગનભાઇ વસાવા (ઉ.વ.આ.-૬૫)( રહે- બારખાડી તા-ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓએ તા.૧૯/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરે કોઇ અગમ્ય કારાણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કર્યા હતા તેમનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત થયું છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
