News of Wednesday, 21st August 2024
વજેરીયા ગામના સ્ટેન્ડ પાસે બાઈક અકસ્માતમાં એકનું મોત ત્રણને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા ગામના બસ સ્ટેન્ડ પાસે બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે ત્રણને ઈજાઓ થઈ છે
મળતી માહિતી અનુસાર શંકરભાઇ ભાણાભાઇ જાતે બારીયા (ઉ.વ.૬૪ )ધંધો-ખેતી (રહે.માંગુ તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના સગા ભાઈ રામસીંગ ભાણાભાઈ બારીયા પોતાની કબ્જાની મોટર સાયકલ નંબર- GJ-22-6358 પર તેમના ભાભી ભુરીબેન બારીયાને બેસાડી ઉતાવળી ચોકડી બાજુ આવેલ ખેતરમાં જવા માટે કાચા રસ્તાએ થઇને મુખ્ય રોડે ઉતાવળી ચોકડી તરફ જઇ રહ્યા હતા તે સમયે વજેરીયા તરફથી આવતી મોટર સાયકલ નંબર GJ-22-K-6808 ના ચાલકે મો.સા. પુરઝડપે હંકારી લઇ આવી આગળ જતી રામસિંગભાઈ ની મોટર સાયકલ સાથે પાછળથી એક્સીડન્ટ કરી રામસીગભાઈ બારીયાને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ તેમજ બંન્ને પગના ભાગે ઇજાઓ કરી સારવાર દરમ્યાન મોત નીપજાવી તેમજ મોટર સાયકલ પાછળ બેસેલ ભુરીબેન બારીયાને માથાના ભાગે ઇજાઓ પહોચાડી તેમજ પોતાની મોટર સાયકલ પાછળ બેસેલ વિષ્ણુભાઈ ભીલને શરીરે વધતી ઓછી ઇજાઓ કરી ગુન્હો કરતા તિલકવાડા પોલીસે મોટર સાયકલ નંબર GJ-22-K-6808 ના ચાલક રોહનભાઈ નગીનભાઈ ભીલ (રહે.શીરા તા.તિલકવાડા જી.નર્મદા) વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
