News of Wednesday, 21st August 2024
નામલગઢ ગામે ઢોર ચરાવવા ગયેલ આધેડ વ્યક્તિને સાપ કરડી જતાં સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકામાં આવેલાં નામલગઢ ગામના આધેડ ઢોર ચરાવવા ગયા હોય ત્યાં સાપ કરડી જતાં તેમનું મોત નિપજ્યું હતું
મળતી માહિતી અનુસાર મરનાર ભાભલભાઇ કળુજીભાઇ વસાવા (ઉ.વ.આ.૬૨)( રહે. નામલગઢ, વેરાઇ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ તા.૧૯/૦૮/૨૦૨૪ નાં બપોરના સમયે પોતાના ઘરની નજીક આવેલ વાડામાં ઢોરો ચરાવતા હતા તે વખતે તેઓને સાપ કરડી જતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરેલ હતા તેમનું સારવાર દરમીયાન તા.૨૦/૦૮/૨૦૨૪ ના રોજ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
