News of Wednesday, 21st August 2024
રાજપીપળાથી ખામર સુધી હાઇવે રોડની બાજુનો રોડ બેસી જતાં મોટા બે ભૂવાના કારણે અકસ્માતનો ભય
રાજપીપળાથી મોવી વચ્ચે હાઇવે રોડ ઉપર ખાડા પડી જતાં, વાહન ચાલકો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળાથી ખામર સુધી હાઇવે રોડની બાજુમાં રોડ બેસી જતાં મોટા બે ભૂવા પડતાં કોતર જેવી પરિસ્થિતિ જોવા મળે છે. ત્યાં મોટો અકસ્માત થવાની સંભાવના છે.રાજપીપલાથી મોવી વચ્ચેના હાઇવે રોડ ઉપર ઘણી જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડતાં વાહન ચાલકો અને લોકોને હાલાકી વેઠવી પડે છે.
રાજપીપળાથી કરજણ નદી ઉપરનો પુલ પુરો થતાં તેની આગળ નાના લીમટવાડા પાસે ડાબી સાઈડ રોડ બેસી ગયો છે અને જમીન પણ બેસી ગઈ છે. મોટો કોતર જેવો ભૂવો પડ્યો છે. અહિયાં વાહનો ના અકસ્માત થવાની સંભાવના છે. જ્યારે ખામર ગામ પાસેના વળાંકમાં હાઈવે રોડની સાઈડમાં જમીન બેસી ગઈ હોય ત્યાં મોટો કોતર જેવો ભૂવો પડ્યો છે. અહિયાં પણ મોટો અકસ્માત થવાની સંભાવના છે. તંત્ર સત્વરે બંને જગ્યાએ માટી પુરાણ કરે એવી વાહન ચાલકોએ માંગ કરી છે.
રાજપીપલા થી મોવી વચ્ચે ઘણી જગ્યાએ હાઇવે રોડ ઉપર અનેક જગ્યાઓ પર મોટા ખાડા પડી ગયા છે. મોવી થી નેત્રંગ વચ્ચેનો હાઇવે રોડ બિસ્માર હાલતમાં છે.
સંપૂર્ણ ઉખડી ગયો છે.રાજપીપલા થી મોવી અને નેત્રંગ થઈને દેડિયાપાડા જતાં અને આવતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માટે આવા તમામ માર્ગ પર તંત્ર સત્વરે કામગીરી કરાવે નહિ તો અકસ્માતથી કેટલાય ના જીવ જશે
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
