<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

રક્ષાબંધન અને ત્રણ દિવસની રજામાં 1.50 લાખ પ્રવાસીઓ SOU ની મુલાકાતે આવ્યા

વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી, બાળકો માટેના થીમ પાર્ક એવા ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કને શરૂ કરવા માંગ ઉઠી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:વિશ્વની સુધી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તારીખ 15 થી 19 ની રજાઓમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા જેમાં ખાસ કરીને રક્ષાબંધન અને ત્રણ દિવસની રજા માં એક લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા ત્યાંના તમામ પ્રકલ્પો માં પ્રવાસીઓ મોટી સંખ્યામાં નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને લઈને SOU સત્તામંડળની ટીમ મેદાનમાં ઉતરી ગઈ હતી અને બસો વધારી દેવાઈ, ઓનલાઇન ટિકિટ બારીઓ પણ વધારી દેવાઈ,  જોકે લોકો ઓનલાઇન ટિકિટ લઈને આવતા હતા. હોટેલ ટેન્ટ સીટી સહીત હોમ સ્ટે બધું હાઉસ ફૂલ જોવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા ડેમ ના હાલ પાંચ ગેટ ખુલ્લા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કુદરતી સૌંદર્ય ના આ ત્રિવેણી સંગમની મોઝ કરવા માટે સ્ટૅચુ ઓફ યુનિટી, જંગલ સફારી સહીત વિવિધ પ્રોજેક્ટો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા એકતાનગર ખાતે આવ્યા હતા. 15 મી ઓગસ્ટ ના 27, 000 પ્રવાસીઓ નોંધાયા હતા જયારે 16 ઑગસ્ટ ખાતે 8, 500 પ્રવાસીઓ નોંધાયા,  17 મી એ 32, 000 જેટલા પ્રવાસીઓ નોંધાયા હતા 18 મી એ રવિવારે 38, 000 પ્રવાસીઓ નોંધાયા હતા. રક્ષાબંધન ના દિવસે પણ 35, 000 પ્રવાસીઓ નોંધાયા હતા આમ આ પાંચ છ દિવસમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા

(11:24 PM IST)