<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

અરવલ્લીના માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ અડધો કલાકમાં બે ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ઘુસી ગયા:મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા

અરવલ્લીના માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વિસ્તારમાં અડધો કલાકમાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે અને ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થવાની શક્યતા છે.

સજ્જનપુરામાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા છે. ત્યારે તડબૂચના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન થવાની ભીતિ છે.

(12:57 AM IST)