<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 4900 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો: જાણો રાજ્યની 25 માર્કટિંગ યાર્ડ શું રહ્યો ભાવ ?

ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 600.81 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 25 માર્કેટિંગ યાર્ડમાં કુલ 600.81 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4900 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 4761 રૂ., રાધનપુરમાં 4720 રૂ., રાજકોટમાં 4710 રૂ. અને મોરબીમાં 4700 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 600.81 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 395.72 ટન, રાજકોટમાં 91, મોરબીમાં 55.60, દેવભૂમિ દ્વારકામાં 17.10, પાટણમાં 13.34, બોટાદમાં 5.60, જામનગરમાં 5.40, અમરેલીમાં 4.80, બનાસકાંઠામાં 4.01,અમાવાદમાં 3.34, કચ્છમાં 2.30, સુરેન્દ્રનગરમાં 1.40 પોરબંદરમાં 1.20 જીરાની આવક થઇ છે.

 

જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઊંઝા40004900ગોંડલ35014761રાધનપુર33104720રાજકોટ42504710મોરબી42504700હળવદ40604675વાંકાનેર40004663સાવરકુંડલા41004660જસદણ42004650માંડલ40014650જામ ખંભાળિયા40004600બોટાદ40004575વાવ27004570વિરમગામ41804561બાબરા40204550ધ્રોલ37504550ધ્રાંગ્રધ્રા42004532ભચાઉ44004525ભાભર41004500ભાણવડ41004500અમરેલી37504450પોરબંદર36004450રાપર43514450કાલાવડ41654385પાટણ38813951

(1:08 AM IST)