News of Thursday, 22nd August 2024
વરિષ્ઠ પત્રકાર-કટાર લેખક અક્ષય અંતાણીને જીવનગૌરવ એવોર્ડ
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શનિવારે અપાશે એવોર્ડ : પત્રકારત્વ ઉપરાંત હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પણ ઉમદા યોગદાન

મુંબઇ,તા.૨૨: ‘ગુજરાત સમાચાર'ની મુંબઈ આવૃત્તિના વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક અક્ષય અંતાણીને પત્રકારત્ત્વ ક્ષેત્રે ચાર દાયકાની સક્રિય કામગીરી બદલ મહારાષ્ટ્ર રાજય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે જીવનગૌરવ ટ્ટપારિતોષિક એનાયત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક વિભાગ અને મહારાષ્ટ્ર રાજય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ૨૪મી ઓગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે પ્રભાદેવીના રવિન્દ્ર નાટ્ય મંદિરમાં યોજાનારા પારિતોષિક વિતરણ આ જીવન ગૌરવ (લાઈફ ટાઈમ અચીવમેન્ટ) પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે સાહિત્યમાં તારિણીબહેન દેસાઈને અને અભિનય- કલા માટે લીલી પટેલને જીવનગૌરવ પારિતોષિક એનાયત કરવામાં આવશે.
પત્રકારત્ત્વ ઉપરાંત હાસ્ય- સાહિત્ય ક્ષેત્રે અક્ષય અંતાણી સતત યોગદાન આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં હાસ્ય-વ્યંગના તેમના ૧૫ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. ‘ગુજરાત સમાચાર' માં બોજ વિનાની મોજ, મેરા ભારત મહાન અને બખડજંતર આ ત્રણ સાપ્તાહિક કોલમ છેલ્લાં અનેક વર્ષોથી પ્રગટ સમારંભમાં અક્ષય અંતાણીને થાય છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
