<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

વિદ્યાર્થીઓના અભાવે અમદાવાદ શહેરની 25 શાળાઓ બંધ થઇ.

છેલ્લા 3 વર્ષથી બાળકો ન મળતાં શાળાઓને તાળા લાગ્યા: જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા બંધ કરવા નિર્ણય લેવાયો

 

અમદાવાદ : વિદ્યાર્થીઓના અભાવે અમદાવાદ શહેરની 25 શાળાઓ બંધ થઇ છે  જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા બંધ કરવા નિર્ણય લેવાયો છે. સીબીએસસીનો ક્રેઝ વધતા ગુજરાત બોર્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓ મળતા નથી  છેલ્લા 3 વર્ષથી બાળકો ન મળતાં શાળાઓને તાળા લાગ્યા છે. અમદાવાદ ગ્રામ્યની પણ 5 શાળાઓ બંધ થઈ છે.

છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા જ નહોવાના કારણે તપાસ બાદ ડીઇઓ દ્વારા આ સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય કરીને સરકારને જાણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતી પાંચ સ્કૂલોને પણ ઓછી સંખ્યાના મુદ્દે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

શહેરમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી સ્કૂલોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ એજ્યુકેશન ઇન્સ્પેટરને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા હતા. આ તપાસમાં પણ પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓ આવતાં નહોવાનુ પ્રસ્થાપિત થતાં કચેરી દ્વારા સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આમ, સ્કૂલ બંધ કરવાની ઔપચારિક્તા પુરી કર્યા બાદ સ્કૂલોને બંધ કરવા અને ડાયસ કોડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ગો બંધ કરવાની જાણકારી પણ ડીઇઓ કચેરી દ્વારા શિક્ષણવિભાગને મોકલી આપવામાં આવી છે. જે સ્કૂલોમાં પ્રાથમિક વિભાગ બંધ કરવાનો નિર્ણય કરાયો છે

(11:16 AM IST)