<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

હું વ્‍યસ્‍ત છું એવું કહેવું બહુ સહેલું, પણ વાસ્‍તવીકતા ખુબ વરવી હોય છે

 

તંત્રીશ્રી,

હેલ્લો શું કરે છે? અચ્‍છા વ્‍યસ્‍ત છે તો પછી કોલ કરૂં? આવા સંવાદો આપણે ઘણી વખત સાંભળ્‍યા હશે. સામેથી જવાબ મળતો હોય કે હું વ્‍યસ્‍ત છુ. એ વાત સાચી છે કે બધાને દિવસમાં ૨૪ કલાકનો સમય મળે છે. શું આપણે આ ૨૪ કલાક ખરેખર વ્‍યસ્‍ત જ હોઇએ છીએ? આ વાત આપણા マદયને એક વાર ચોકકસ પૂછવી જોઇએ. રસ્‍તામાં બહુ જ વરસાદ છે અને પપ્‍પાને જો કોલ કરીને કહીએ કે પપ્‍પા સ્‍કુટરમાં પંચર પડયુ છે. તો પપ્‍પા ગમે એટલી અગત્‍યની મીટીંગ છોડીને દોડતા આવી પહોંચશે. શું એ પપ્‍પા વ્‍યસ્‍ત છે ખરા? એવી જ રીતે મમ્‍મીને જો ખબર પડે ને કે આજે મને તાવ છે, તો ઘરના બધા કામ પડતા મુકીને મારી સેવામાં લાગી જશે. શું એ મમ્‍મી વ્‍યસ્‍ત છે ખરા? જુના મિત્રને કોલ કરીને કહીએ કે ચાલ આજે આપણે જુના અડ્ડા પર મળીએ. તો દુનિયાના કોઇપણ છેડે હશે તોય દોડીને આવી પહોંચશે. પોતાની જુની યાદો તાજી કરવા. શું આ મિત્ર પણ વ્‍યસ્‍ત છે ખરા?

આમ જોવા જઇએ તો બધા પાસે સરખો જ સમય હોય છે. સમય કાઢવોને એ અગત્‍યની વાત છે. આ જિંદગી બહુજ નાની છે. પૈસા, બંગલો, ગાડી આ બધી વસ્‍તુ વસતા વસી જશે. જો સમય હાથમાંથી નીકળી જશે ને તો પછી પટે ભરીને પસ્‍તાવાનો વારો આવશે. જે લોકો આપણી સામે આપણા સમય માટે લડે છે તેનું મુલ્‍ય સમજી લઇએ. કારણ કે આવા લોકો ભાગ્‍યે જ મળે છે. હું વ્‍યસ્‍ત છું એવું કહેવુ બહુ સહેલું છે. પણ વાસ્‍તવીકતા વરવી હોય છે. આવા શબ્‍દો સામેવાળાને ખુબ ખુંચે છે. શબ્‍દને કોઇ અડી નથી શકતુ, પણ શબ્‍દ સામેવાળાના マદયને સ્‍પર્શ કરી જતા હોય છે. આ સમયની લડાઇમાં સમય સાથે લડીને સમય કાઢતા થઇ જઇએ. ચાલો એક બીજાને સમજતા થઇ જઇએ. એક બીજાને સમય આપતા થઇ જઇએ. સમયનું મહત્‍વ સમજાય કે ના સમજાય, માણસનું મહત્‍વ સમજવું ખુબ જરૂરી છે

- નિધી પંચમતિયા, અમદાવાદ .

(3:41 PM IST)