<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

મંકી પોક્‍સ વાયરસને પગલે પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ખાસ વોર્ડ બનાવાયો

વીસ બેડની વ્‍યવસ્‍થાઃ શંકાસ્‍પદ કેસોનું પરિક્ષણ અમદાવાદ ખાતે કરાવાશે

રાજકોટ તા. ૨૨: રાજ્‍યમાં રોગચાળાનો એક પછી એક નવા રોગચાળા ફુફાડા મારતા જ રહે છે. ચાંદીપુરાથી માંડ રાહત મળી છે ત્‍યાં હવે મંકી પોક્‍સને લઇને આરોગ્‍ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. હવે મંકી પોક્‍સ વાયરસના જો શંકાસ્‍પદ દર્દી રાજકોટ શહેર જીલ્લામાં આવે તો શું કરવું? તેની સારવાર ક્‍યાં કેવી રીતે કરવી? એ સહિતનું આગોતરૂ આયોજન કરી લેવાયું છે. તે અંતર્ગત રાજકોટ પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરી દેવામાં આવ્‍યો છે.

પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ખાતે મંકી પોક્‍સ વાયરસને પગલે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્‍યો છે.હાલ શરૂઆતના તબક્કામાં સિવિલ હોસ્‍પિટલના પીએમએસએસવાય બિલ્‍ડીંગ ૧૦ બેડની અને ઝનાના હોસ્‍પિટલમાં પણ ૧૦ બેડની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. આ રીતે કુલ ૨૦ બેડની વ્‍યવસ્‍થા રાજકોટ સિવિલમાં ઉભી કરવામાં આવી છે.જેને સમયાંતરે જરૂરિયાત મુજબ વધારવામાં આવશે. મંકી પોકસ વાયરસને લગતી તમામ પ્રકારની સારવાર સિવિલ અને ઝનાના હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ કરવામાં આવી છે.મંકી પોક્‍સ વાયરસનાં શંકાસ્‍પદ કેસ જણાતાં તેને કન્‍ફર્મ કરી સેમ્‍પ્‍લને લેબોરેટરીમાં તપાસ અર્થે સેન્‍ટ્રલ લેબ સિવિલ હોસ્‍પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે.

તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાની રાહબરીમાં ટીમો દર્દીને ચોક્કસ સારવાર આપી રોગને ડામી દેવા માટે  પુરતા પ્રયત્‍નો કરવા સજ્જ છે. મીડીયા કો-ઓર્ડિનેટર તેમ ડો. હેતલ કયાડાએ જણાવ્‍યું હતું.

(11:42 AM IST)