News of Thursday, 22nd August 2024
ખંભાતમાં ૩ ઇંચ ખાબક્યો : ૭૬ તાલુકામાં વરસ્યો
ખેડાના કઠલાલમાં ૨ ઇંચ : મિશ્ર વાતાવરણનો માહોલ

અમદવાદ તા. ૨૨ : ગુજરાતમાં બુધવારના રોજ મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આણંદના ખંભાતમાં ૩ ઈંચ વરસ્યો છે. ખેડાના કઠલાલમાં પણ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
ખંભાતમાં ૩ ઈંચ, કઠલાલમાં ૨ ઈંચથી વધુ, ડાંગ-આહ્વામાં ૨ ઈંચ, વાંસદામાં ૪૩ મીમી, ધાનપુરમાં ૩૮ મીમી, કુતિયાણામાં ૩૫ મીમી, સંખેડામાં ૩૫ મીમી, થાણગઢમા ૩૨ મીમી, દાંતામાં ૩૨ મીમી, ધોરાજીમાં ૩૧ મીમી, જેતપુરમાં ૨૯ મીમી, દેવગઢબારિયામાં ૨૮ મીમી, ચોટિલામાં ૨૭ મીમી અને ફતેપુરામાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે. આ સાથે જ અન્ય ૬૨ તાલુકામાં પણ સામાન્યથી ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે હવામાન વિભાગ દ્વારા દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જયારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
