News of Thursday, 22nd August 2024
ગુજરાતમાં પોલીસનું કુલ સંખ્યાબળ ૯૮ર૭૩: હાલ ૪૬૬પ જગ્યાઓ ખાલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. રર :. રાજયમાં સંવર્ગવાર મંજૂર પોલીસ મહેકમ અંગે કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીના સત્તાસંદ્રિત પ્રશ્નના ઉતરમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજયમાં તા. ૩૧-૩-ર૩ ની સ્થિતિએ પોલીસ અધિક્ષકની ર૦૮, નાયબ પોલીસ અધિક્ષક ૪૩૪, પોલીસ ઇન્સ્પેકટરની ૧૬૯પ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની ૩૮પ૦, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની ૧૧૦૬, બિન હથીયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર ૭૯૦૭, હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટરની રપપ૮, બિન હથીયારી હેડ કોન્સ્ટેબલ ૧૩૯ર૯, હથિયારી હેડ કોન્સ્ટેબલ ૪પ૭૩, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૩૮૯પ૮, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ર૩૦પપ આમ કુલ મંજૂર પોલીસ મહેકમની સંખ્યા ૯૮,ર૭૩ છે.
આ મંજૂર થયેલ મહેકમમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૪૬૬૪ જગ્યાઓ જુદા જુદા મહેકમમાં ખાલી છે. આ જગ્યાઓ ખાલી પડવાની અને ભરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. આથી ખાલી જગ્યાઓ પૈકી રેશિયા મુજબ સીધી ભરતીના ફાળે આવતી જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીના ફાળે આવતી જગ્યાઓ બઢતીથી ભરવા અંગેની નિયત પ્રક્રિયા અનુસરીને ભરવામાં આવતી હોય છે. આથી આ અંગેનો કોઇ નિヘતિ સમય નિયત કરી શકાય નહિં.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
