<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

પીએસઆઇ અને લોકરક્ષકની ભરતી માટે ઉમેદવારીની મુદત ર૬ જુલાઇથી ૯ સપ્‍ટેમ્‍બર સુધી વધારવામાં આવી

૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધીમાં જે લોકો ઓનલાઇન અરજી કરી ચુકયા છે તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી : જો માત્ર લોકરક્ષક માટે એપ્‍લાય થયા હોય અને હવે સબ ઇન્‍સ્‍પેકટરની અરજી કરવા માંગતા હોય તો કરી શકશેઃ હસમુખ પટેલ

રાજકોટ, તા., રરઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથીયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર અને લોકરક્ષક કેડરની જગ્‍યાઓ માટે સીધી ભરતી માટે અગાઉ ૧ર-૩-ર૦ર૪ના દૈનિકપત્રોમાં જાહેરાત આપી ૪-૪-ર૦ર૪ થી ૩૦-૪-ર૦ર૪ સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીઓ સ્‍વીકારવામાં આવી હતી. આ મુદત દરમિયાન જે ઉમેદવારો અરજી શકયા ન હોય તેમના માટે વધુ એક તક ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે. તા.ર૬-૮-ર૦ર૪ના બપોરે ર કલાકથી તા.૯-૯-ર૦ર૪ના રાત્રે ૧૧.પ૯ કલાક સુધી ઓજસની વેબસાઇટ ઉપર અરજીઓ સ્‍વીકારવામાં આવશે તેવી જાહેરાત ભરતી બોર્ડના અધ્‍યક્ષ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તા. ૪-૪-ર૦ર૪થી તા.૩૦-૪-ર૦ર૪ જે કોઇ ઉમેદવારોએ કોઇપણ કારણોસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્‍ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથીયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર માટે અરજી કરવા માંગતા હોય તો અને લાયકાત ધરાવતા હોય તો તેઓએ નવી અવધી દરમિયાન માત્ર બિન હથીયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર માટે અરજી કરવાની રહેશે. તા.ર૬-૮-ર૦ર૪ થી તા. ૯-૯-ર૦ર૪ દરમિયાન ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા તા. ૯-૯-ર૦ર૪ની સ્‍થિતિએ ગણવાની રહેશે. તેમજ શૈક્ષણીક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, એનસીસી-સી સર્ટીફીકેટ, રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટીના પ્રમાણપત્ર, રમત-ગમતના પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર સહીતની વધારાની તમામ લાયકાતો ઓનલાઇન અરજીમાં દર્શાવાની રહેશે. સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર તા.૧-૪-ર૦રરથી ૯-૯-ર૦ર૪ દરમિયાન ઇસ્‍યુ થયેલું હોવું જોઇશે. આ ઉપરાંત ઘણી બધી સુચનાઓ આપવામાં આવી છે. જેને ઉમેદવારોએ પરીપુર્ણ કરવી પડશે.

હસમુખ પટેલ

અધ્‍યક્ષ, ભરતી બોર્ડ

(4:06 PM IST)