News of Thursday, 22nd August 2024
અમદાવાદ દેશનું ત્રીજુ સૌથી વધુ પ્રદુષિત શહેર : ડબલ્યુએચઓની
ગાઇડલાઇન કરતા હવા પાંચ ગણી વધુ પ્રદુષિત શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, માથાનો દુઃખાવો વધવાની શકયતા

અમદાવાદ, તા.૨૨: શહેર બુધવારના રોજ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સ (ACT)ની વેબસાઈટ પ્રમાણે, અમદાવાદમાં બુધવારે સવારે ૯ કલાકે ૫૫ AQI (હવાની ક્વોલિટી) હતી, જે સાંજે ૬ વાગે ૧૨૬ અને રાત્રીના ૯ વાગ્યા સુધીમાં ૧૬૩ થઈ ગયું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદુષિત જોવા મળી હતી. AMCના ફાયર વિભાગે જણાવ્યું હતું કે, સરખેજ સાબર હોટલ પાસે, YMCA ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવતા ધુમાડો થયો હતો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પદૂષણ વધ્યું હતું. અમદાવાદના ગ્યાસપુરમાં ૩૨૬ AQI સાથે સીધી ખરાબ હવા નોંધાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે ૨૨૦ AQI, સોની ચાલી વિસ્તારમાં ૨૧૦ AQI અને સેટેલાઈટ, રામદેવનગર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં સરેરાશ ૧૫૦-૨૦૦ સુધી AQI નોંધાયું હતું.
પ્રદૂષણની સ્થિતિમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આ હવાનું સ્તર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, હવામાં પ્રદૂષણનું સ્તર વધારે હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, માથાનો દુઃખાવો જેવી પરેશાનીઓ આવી શકે છે. વાહન ચલાવતી વખતે અને મુસાફરી કરતા હોય ત્યારે માસ્ક અને ચશ્મા પહેરવાનું રાખો. શકય હોય તો ઘરમાં જ રહો અને ઘરના દરવાજા તેમજ બારીઓ બંધ રાખો. બાળકોને ઘરમાં રાખવા જોઈએ.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
