તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક- ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર
સુધારા બાદ કોર્ટના આખરી ચુકાદા પહેલા નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરાશે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રના આજે બીજા દિવસે, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક તથા ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પસાર થયું છે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. આ સુધારા વિધેયક પસાર થતા, દારૂ સહિતના નશીલા દ્રવ્યોના નિશ્ચિત જથ્થા કરતા વધારે માત્રામાં પકડાયેલા જથ્થાના વાહનોની હરાજી થઈ શકશે. કોર્ટના આખરી ચુકાદા પહેલા આવા વાહનોની હરાજી થઈ શકતી ન હતી.
સુધારા બાદ કોર્ટના આખરી ચુકાદા પહેલા નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરાશે. આવા વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જરૂરી રહેશે. આવા વાહનોની હરાજી કરવાની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે. હાલ આવા વાહનો પોલીસ મથક કે કોર્ટ કમ્પાઉન્ડમાં પડ્યા પડ્યા ભંગાર થાય છે. સરકારે થોડા દિવસ પહેલા બહાર પડેલા વટહુકમને સુધારા વિધેયકથી કાયદાનું સ્વરૂપ અપાયું છે
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
