તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
બાંગ્લાદેશની સગીરાઓને અમદાવાદ લાવીને દેહ વ્યાપાર કરાવાતા હોવાના નેટવર્કનો પર્દાફાશ
ક્રાઇમ બ્રાન્ચે સાગર મંડલ ઉર્ફે લંબુ શેખ અને મોહમદ ફારૂક મંડલ નામની વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, બાંગ્લાદેશની સગીરાઓને અમદાવાદ લાવીને દેહ વ્યાપાર કરાવાતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદમાં નોકરી આપવાના બહાને, બાંગ્લાદેશમાંથી સગીરા અને તેની માતાને અમદાવાદ બોલાવતા હતા. બાંગ્લાદેશથી ગેરકાયદે અમદાવાદ બોલાવી દેહ વ્યાપાર કરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
સગીરા સાથે અઢી માસ દુષ્કર્મ આચાર્યા બાદ દેહ વ્યાપારમાં ધકેલી દેતા હતા. ક્રાઇમ બ્રાન્ચે સાગર મંડલ ઉર્ફે લંબુ શેખ અને મોહમદ ફારૂક મંડલ નામની વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. ગેરકાયદે બાંગ્લાદેશી સગીરાઓને અમદાવાદ લાવીને દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ થયો છે
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
