News of Thursday, 22nd August 2024
લસણના ભાવમાં તેજી : સારા ભાવ મળતા ખેડૂતો થયા રાજી : જાણો રાજકોટ યાર્ડ ખાતે અન્ય ખેત પેદાશોના આજના ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ચણા, તુવેર, વટાણા, તલ, લસણ અને જીરૂના ભાવમાં તેજી

રાજકોટ :સૌરાષ્ટ્રનું મુખ્ય માર્કેટિંગ યાર્ડ ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કોમોડિટી ભાવ પર નજર કરીએ તો સફેદ ચણા, તુવેર, વટાણા, તલ, લસણ અને જીરૂના ભાવમાં તેજી જોવા મળી હતી. જે ખેડૂતો પાસે લસણ સ્ટોકમાં હશે તેમના માટે સારા સમાચાર છે. લસણના ભાવ યાર્ડમાં ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે.
રાજકોટ યાર્ડમાં લસણના ભાવની વાત કરીએ તો મણના 5500 રૂપિયા બોલાયા હતા. જ્યારે જીરૂના મણના 4760 કાળા તલના મણના 3405 રૂપિયા, રજકાના બીના મણના 4880 અને કલોંજીના મણના 3810 રૂપિયા ભાવ બોલાયો હતો
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
