<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

અમદાવાદમાં મનપા સંચાલિત હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ પાસે મંજૂરી વિના જઈ શકાશે નહીં

હોસ્પિટલ પોલિસી નો કડકાઇથી અમલ કરવાનો નિર્ણય: બે પાસ અપાઈ છે તે મુજબ બે વ્યક્તિ વારાફરતી સાથે રહી શકશે

અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ પાસે પરવાનગી વિના જઈ શકાશે નહીં,  અમદાવાદની એલ જી હોસ્પિટલમાં તાજેતરમાં હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે બબાલ થવા પામી હતી. જેને ધ્યાને લઈને, અમદાવાદ મહાનગરપાલિકાએ, હોસ્પિટલ પોલિસી નો કડકાઇથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. 

   હોસ્પિટલમાં દર્દીને દાખલ થતા સમયે જે બે પાસ આપવામાં આવે છે તે મુજબ જ બે વ્યક્તિ વારાફરતી સાથે રહી શકશે. દર્દીની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલે નક્કી કરેલા મુલાકાતના સમય સિવાય, અન્ય કોઈને હવેથી પ્રવેશ આપવામાં નહી આવે


 

(8:37 PM IST)