News of Thursday, 22nd August 2024
લોક ગાયક વિજય સુંવાળા સહીત 30થી વધુ લોકો સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ
ગાડીઓ લઈ હુમલો કરવા આવ્યા હોવાની પણ ફરિયાદ કરાઈ: ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : જાણીતા લોક ગાયક વિજય સુંવાળા સહીત કુલ 30થી વધુ લોકો સામે જાનથી મારી નાખવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજય સુંવાળાના ભાઈ સહિત 30થી વઘુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ છે.
ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 2020થી ચાલી રહેલા મનદુંખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરીને ધમકી આપતા હતા. ગાડીઓ લઈ હુમલો કરવા આવ્યા હોવાની પણ ફરિયાદ કરાઈ છે. ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
