<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો :સરસ્વતી, પાટણ, મહુવા અને માણસામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો

બપોર બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો : સાંજે 6 વાગ્યા સુધીમાં 43 તાલુકામાં મેઘરાજાની પધરામણી

અમદાવાદ : રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા જોવા મળી છે. રાજ્યમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 કલાકમાં એટલે કે બપોરના 4થી સાંજે 6 વાગ્યા સુધીમાં મેઘરાજાએ સારી સારી એવી બેટિંગ કરી છે. આજે 6 વાગ્યા સુધીમાં કુલ 43 તાલુકામાં મેઘમહેર થઈ છે.

સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસા અને પાટણ જિલ્લાના સરસ્વતી, પાટણમાં તો ભાવનગર જિલ્લાના મહુવા, ગાંધીનગર જિલ્લાના માણસા, ખેડા જિલ્લાના મહુધામાં ખાબક્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં મોડાસામાં લગભગ 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સરસ્વતીમાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો પાટણ, મહુવા અને માણસામાં પણ 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

   હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે

(9:55 PM IST)