News of Thursday, 22nd August 2024
રાજ્યના 234 પોલીસ સબ ઇન્સ્પેકટરો( બિન હથિયારધારી ) બઢતી પામેલા પોલીસ ઇન્સ્પકેટરોને કચેરીએ નિમણૂકના હુકમો
ફરજના સ્થળે પોલીસ ઇન્સ્પેકટર તરીકે હાજર ગણી નિમણુંક માટે પ્રતીક્ષામાં રાખવામા આવ્યા હતા


અમદાવાદ :પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ ૩ (પગાર ધોરણ Level No7 in Pay Matrix)માંથી પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ ૨ (પગાર ધોરણ Level No 8 in Pay Matrix)માં બઢતી આપવામાં આવી છે. આ બઢતીમાં કુલ 234 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ફરજના સ્થળે પોલીસ ઇન્સ્પેકટર તરીકે હાજર ગણી નિમણુંક માટે પ્રતીક્ષામાં રાખવામા આવ્યા હતા તેવા 234 જેટલા પોલીસ ઈન્પેકટરોને નિમણૂકના હુકમો થયા છે
આ બઢતી મેળવનાર અધિકારીઓ વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવે છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જેવા મોટા શહેરો ઉપરાંત અમરેલી, ડાંગ, પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં મહત્વપૂર્ણ બઢતીઓની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ ૩માંથી પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ ૨માં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
