<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

વડોદરામાં ઠગે 81 લાખની મોંઘીદાટ ગાડીઓ ભાડે-હપ્તેથી લઇ બારોબાર ગિરવે મૂકી: ધરપકડ

આરોપી પાસેથી મળી આવેલ 81 લાખની કિંમતની કુલ 14 લકઝ્યુરસ ફોરવ્હીલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

વડોદરા :મોંઘીદાટ લક્ઝ્યુરસ ફોરવ્હીલ વાહનો ભાડે તેમજ હપ્તેથી લઇ બારોબાર ગિરવે આપી ઠગાઇ કરનાર ભેજાબાજ રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી મળી આવેલ રૂપિય 81 લાખની કિંમતની કુલ 14 લકઝ્યુરસ ફોરવ્હીલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

વડોદરા શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે 9મી ઓગસ્ટ 2024ના રોજ પાદરા તાલુકાના ભોજ ગામમાં રહેતા આરોપી વસીમ યુસુફભાઇ નોબારા સામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો. ફરીયાદી તથા અન્ય સાહેદો પાસેથી ઓગસ્ટ 2023થી ફોરવ્હીલ ગાડીઓ માસીક ભાડેથી મેળવી ફોરવ્હીલ ગાડીઓનુ ભાડુ રેગ્યુલર ચુકવશે. આવા વિશ્વાસ સાથે ગાડીઓ ભાડે લીધી ત્યારબાદ બે-ત્રણ મહિના સુધી ભાડુ આપી વિશ્વાસ જીતી લીધો, જોકે ત્યારબાદ ભાડુ આપવાનું બંધ કરી દીધુ. એટલું જ નહીં તે ફરીયાદીની ભાડેથી ફેરવવાના બહાને લઇ ગયો હતો.

આ સાથે જ હ્યુન્ડાઇ વર્ના કાર કિંમત રૂપીયા 8 લાખ તથા મહિન્દ્રા થાર કાર કિંમત રૂપિયા 15 લાખની તેમજ અન્ય સાહેદોના લીધેલ ફોરવ્હીલ વાહનો પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા આ રીઢા આરોપીને કુલ કિંમત રૂપિયા 81 લાખની કુલ 14 ગાડીઓ સાથે શોધી કાઢવામાં આવી હતી. વડોદરા ઉપરાંત જુનાગઢ, ભાવનગર, આણંદ વિગેરે સ્થળો પર માત્ર ત્રણ થી ચાર લાખ રૂપીયા લઇ જુદા જુદા વ્યક્તિઓને ગીરવે આપેલ તમામ વાહનો ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા કબજે કરવામાં આવ્યા છે.

(11:16 PM IST)