<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

પડઘો.....રાજપીપળામાં E-KYC માટે મોબાઈલ એપની વેબસાઇડ બંધ થતાં અહેવાલ બાદ એપ ચાલુ થઈ

ઘણા દિવસથી માય રેશન નામની મોબાઈલ એપની વેબ સાઇડ બંધ હતી જેથી કાર્ડ ધારકો કચેરીમાં જવા મજબુર બન્યા હતા: અખબારી અહેવાલ બાદ માય રેશન એપ ની વેબ સાઇડ હવે શરૂ થતાં કાર્ડ ધારકો ઘરે બેઠા E-KYC કરી શકશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે અને જેણે આ પ્રક્રિયા નહિ પૂરી કરી હોય તેને અનાજનો જથ્થો નહિ મળે એવી જાહેરાત થતાં રાજપીપળા સ્થિત નાંદોદ પુરવઠા કચેરી ઉપર મોટી કતાર લાગતી હતી પરંતુ હવે જેતે ગ્રામપંચાયતની ઓફિસો પર આ કામગીરી શરૂ કરાતા પુરવઠા કચેરી પર કાર્ડ ધારકો ની સંખ્યા ઘટી છે, સાથે સાથે મોબાઈલ એપ દ્વારા લોકો ઘરે બેઠા આ કામગીરી કરતા હતા પણ ઘણા દિવસો થી આ મોબાઈલ એપની વેબ સાઇડ બંધ થઈ જતાં ફરજિયાત જે તે કચેરી પર ગ્રાહકો જવા મજબુર બન્યા હતા જેમાં સમય અને આવવા જવાના ભાડાનો બગાડ થતો હતો.

    જોકે હાલમાં આ બાબતના અહેવાલ અમારા અખબાર માં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર ના પેટનું પાણી હાલ્યું અને આજથી પુનઃ માય રેશન મોબાઈલ એપ શરૂ થતાં કાર્ડ ધારકો એ રાહત અનુભવી છે. આમ અમારા અખબાર થકી અમે હંમેશા લોકોના પ્રશ્નો ને વાચા આપતા રહ્યા છે જેથી નિષ્ઠુર તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માંથી જાગે.

 

(12:14 AM IST)