<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

નર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમીમાં એગ્રિકલચર લાઈનો ચાલુ કરવા ખેડૂતોની માંગ

ચોમાસુ અનિયમત હોય છતાં વીજ કંપની દ્વારા એગ્રિકલચર લાઈનો બંધ કરી દેવાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ; પાણી વિના પાકને નુકશાન:આ વિસ્તારમાં દીપડાનો પણ આતંક હોવાથી રાત્રીના સમયે દીપડો હુમલો કરે તો જવાબદાર કોણ..? માટે નિયમિત લાઈટ ચાલુ રાખવા ખેડૂતોએ માંગ કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભીલવસી બોરિયા, ઇન્દ્રવર્ણા ગોરા સહિતના ગોરા અને વાંસલા ફીડરની એગ્રિકલચર લાઈનો બંધ કરી દેવામાં આવી હોવાનું ખેડૂતો નું કહેવું છે.

   હાલ ચોમાસાની ઋતુ હોય વરસાદ પડતો હોય માટે ખેડૂતોને પાણીની જરૂર નહિ પડે એમ સમજીને વીજ કંપનીના આધિકારીઓ વીજલાઇન બંધ કરવાનો નિર્ણય લે છે. પરંતુ નર્મદામાં વરસાદ અનિયમિત પડે છે અને ગરમીનો પારો તો એકદમ ઉંચો જતા પાણીની જરૂર પાકને પડે જ માટે આ તરફની એગ્રિકલચર લાઈનો ચાલુ રાખવા ખેડૂતોની માંગ છે.
    આ બાબતે ઇન્દ્રવર્ણા ના ખેડૂત કાંતિભાઈ તડવીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અમારા ફીડરની લાઈનો છાસવારે બંધ કરી દે છે, વરસાદ પડે તો અમારી વાંસલા આખી ફીડર લાઈન બંધ કરી દે છે આજે 20 થી વધુ દિવસ થયા લેખિત રજૂઆત કરવામાં આવી,  ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અધિકારીઓ ખેતીની લાઈન ચાલુ કરતા નથી. હમણાં પડતી આકરી ગરમી માં ઉભો પાક સુકાઈ જાય અને અમારા વિસ્તારમાં કેનાલો છે પણ વર્ષોથી પાણી નથી આવતું એટલે વરસાદના પાણીથી અમારે ખેતી કરી બે પાક લઇ શકાય, અમે બોર પણ કરાવ્યો પણ લાઈટોનો પ્રશ્ન ઉભો થતા લાઈટો આપે એવી અમારી માંગ છે. અમારા વિસ્તારમાં દીપડાનો પણ આતંક હોવાથી રાત્રી ના સમયે દીપડો હુમલો કરે તો જવાબદાર કોણ..? માટે નિયમિત લાઈટ ચાલુ રાખવા ખેડૂતો એ માંગ કરી છે


 

(12:15 AM IST)