<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

કેલ્વીકુવા ચેકડેમમાં ડુબી જતા એક આધેડ વ્યક્તિનું કરૂણ મોત થયું

ઝઘડીયા ફાયરબ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢતા લોકટોળા ઉમટી પડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના નવી વસાહત ફળીયામાં રહેતા સતીષભાઇ વનમાળીભાઇ રાઠોડ (ઉ.૫૫) ગામના પાદરે આવેલ ચેકડેમમાં સવારના સમયે પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા.બનાવની જાણ ગ્રામજનો થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સતીષભાઇ રાઠોડને બચાવાના પ્રયત્નો હાથ ધયૉ હતા.પરંતુ પાણીમાં અંદર ખેંચાતા ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું.

    મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડીયા જીઆઇડીસી માંથી બે ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર કાઢવા માટે જીવના જોખમે દોરડા બાંધી પાણીમાં ડુબકી લગાવી રેસ્ક્યું ઓપરેશનની કામગીરી કરતા આખરે મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. કેલ્વીકુવા ગામે ચેકડેમમાં ડુબી જવાથી એકનું મોત અને મૃતદેહને બહાર કાઢવાના રેસ્ક્યું ઓપરેશનની કામગીરી ચાલતી હોવાનું માલુમ પડતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા

(12:17 AM IST)