News of Friday, 23rd August 2024
રાજપીપળા સિવિલમાં ડ્રેનેજ લીક થતા મુખ્ય માર્ગ ઉપર દુર્ગંધ મારતું પાણી વહેતું થયું : રોગચાળાની દહેસત
હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફ આ ગંદા પાણીથી બિમાર થાય તેવું જોખમ જણાય છે તો અધિકારીઓ આ મુદ્દાને ગંભીરતાથી લે એ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ હવે અનેક સુવિધાઓથી સજ્જ થઈ છે પરંતુ ક્યારેક ક્યારેક કેટલીક તકલીફો જોવા મળે છે જેનો તાત્કાલિક ઉકેલ આવતો નથી જેમાં ઘણા દિવસથી સિવિલમાં લીકેજ ડ્રેનેજ લાઇનનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી બહાર મુખ્ય માર્ગ ઉપર વહેતું જોવા મળે છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા સિવિલ માં લીકેજ થયેલી ડ્રેનેજ લાઇનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી બહાર માર્ગ ઉપર જતા ત્યાં ઉભા રહેતા રિક્ષા વાળા, લારીઓ વાળા સહિત સિવિલ સ્ટાફ પણ રોગચાળાની લપેટમાં આવી શકે છે, જોકે આ લીકેજ ઘણા સમયથી હોવા છતાં સિવિલ સત્તાધીશો કેમ કોઈ પગલાં નથી લેટ એ સમજાતું નથી અને આવા ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા સિવિલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફમાં રોગચાળો ફેલાય શકે તેમ છે માટે આ બાબતે અંગત રસ લઈ સત્તાધીશો યોગ્ય કરે એ જરૂરી છે.
આ મુદ્દે અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આરતી બેન શર્મા નો સંપર્ક કરવાં પ્રયાસ કર્યો પરંતુ તેઓ બિમાર હોવાનું જાણવા મળ્યું હતું અને આ મહિનાની છેલ્લી તારીખે તેઓ નિવૃત્ત પણ થાય છે માટે વધુ જાણકારી મળી શકી નથી
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
