<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કોમર્સમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્કુલ ઓફ કોમર્સમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની (World Entrepreneurship Day) ઉજવણી સ્કૂલ ઓફ કોમર્સના આચાર્ય ડો.મહેશ કુમાર બારડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.
   આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રાધ્યાપક ડો.ભૌતિક પટેલે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતાનું મહત્વ તથા ઉદ્યોગસાહસિક ના ગુણો વિશે સમજૂતી આપી હતી. ત્યારબાદ કોલેજના પ્રાધ્યાપક રાજેશ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને નવો ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો તથા તે અંગે સરકારની વિવિધ યોજના અંગે માહિતી પૂરી પાડી હતી. પ્રાધ્યાપક દિવ્યાંગસિંહ ચાવડા દ્વારા ભારતના ખ્યાતનામ ઉદ્યોગસાહસિકોની સફળતા વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
સમગ્ર કાર્યક્રમમાં બી.કોમ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશ્નોતરી કરી ભવિષ્યમાં આદિવાસી વિસ્તારમાં બામ્બુ આર્ટ , પશુપાલન , હોટેલ બિશનેસ, ઓર્ગેનિક ખેતી વગેરે માં પોતાની ઋચી દર્શાવી આ ક્ષેત્રે માં બિશનેસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.  આ કાર્યક્રમના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકર પાડવી તથા કુલસચિવ ડો.વિજયસિંહ વાળાએ અભિનંદન પાઠવ્યા હતા

(12:24 AM IST)