<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી આપ્યુ રાજીનામું

ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં ચેરમેન પદ માટે મેન્ડેટ આપવાને લઈ અસંતોષ સર્જાતા હિંમતનગર ખાતે ભાજપના કાર્યલયમાં જઈને તેમને રાજીનામું આપ્યુ

સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યુ હોવાનું સામે આવ્યુ છે. જેઓ ભાજપ અને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કાર્યરત હતા.

મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં ચેરમેન પદ માટે મેન્ડેટ આપવાને લઈ અસંતોષ સર્જાતા હિંમતનગર ખાતે આવેલા ભાજપના કાર્યલયમાં જઈને તેમને રાજીનામું આપ્યુ છે. અઢી વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સભ્યને ચેરમેનનું મેન્ડેટ આપતા નારાજગી હોવાથી રાજીનામું આપ્યુ છે. જો કે ભાજપના જૂના કાર્યકર અને સદસ્યે રાજીનામુ આપતા ભાજપમાં ખળભળાટ જોવા મળી છે

(12:35 AM IST)