<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો :આગામી 5 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની પણ સંભાવના :સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 48 કલાક બાદ વરસાદનું જોર વધવાની શક્યતા

અમદાવાદ : લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 48 કલાક બાદ વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

(11:17 AM IST)