News of Friday, 23rd August 2024
રવિવારે ગીર સોમનાથ, અમેરેલી, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડવાની ચેતવણી
વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદ :આગામી 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ આકાર લઇ રહી છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતાં ગુજરાતમાં 25 ઓગસ્ટ બાદ ફરી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઑગસ્ટથી આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી ગીર સોમનાથ, અમેરેલી, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
