<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સાવ ચિથરે હાલ એવા મૂળ દેવભૂમિ દ્વારકાના ભાઈની પત્‍ની શોધી, નવડાવી, નવા કપડાં પણ આપ્‍યા

છેવાડાનાં માનવીની મદદની વાત સુરત સીપી અનુપમસિંહ ગેહલોત ટીમ અમલમાં મૂકી અદભુત ઉદાહરણ પૂરું પાડી રહી છે મુસાફિર હું યારો.. ન ઘર હે ઠિકાના,યોજના અંતર્ગત સાવ સામાન્‍ય લોકોને શોધી તેમને નવડાવી, ભોજન કરાવવાનાં ડીસીપી પિનાકીન પરમાર સ્‍ટાફની નોંધ હવે દિલ્‍હી સુધી પહોંચી છે.

રાજકોટ તા.૨૩:  એક તરફ અસામાજિક તત્‍વો, રીઢા ગુનેગારો, વ્‍યાજખોરો મિલકત હડપ કરનાર તત્‍વો સામે જંગ ખેલી કરોડો રૂપિયાની સામાન્‍ય માણસની મિલકત પરત અપાવનાર સુરત સીપી અનુપમસિંહ ગેહલોતનાં マદયમાં સામાન્‍ય માણસ પ્રત્‍યે ખૂબ અનુકંપા છે, યોગાનું યોગ સામાન્‍ય માણસની ખરા અર્થમાં મદદ કરી અને એમાં ઇશ્વરનાં દર્શન કરવાની જેમનામાં કવોલિટી છે તેવા ડીસીપી આશુતોષ પરમારનો સાથ સાંપડ્‍તા, જેમનું કોઈ નથી એવા બિલકુલ ચીથરે હાલ લોકોની વહારે આવવાનો વધુ એક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.

કોમલબેન બાબુભાઈ સોલંકી (ઉ.વ.૩૮)  મૂળ ગામ દેવભૂમિ જિલ્લા દ્વારકાનું મીઠાપુર હાલ સુરત રેલવે સ્‍ટેશન નજીક દિલ્‍હી ગેટ બ્રિજ નીચે રહેણાક ધરાવે છે, તેમના પત્‍ની છેલ્લા બે ત્રણ દિવસથી કયાંક જતા રહેલ , કોઈ દ્વારા તેમને મહિધરપુરા પોલીસ મથકનો કોન્‍ટેક્‍ટ કરવા જણાવેલ, મહિધરપૂરા પોલીસ મથક દ્વારા પોતાના ઉપરી અધિકારીઓનો નીતિ મુજબ સત્‍વરે શોધખોળ શરૂ કરી, તેને શોધી મહિલા પોલીસ સ્‍ટાફ દ્વારા તેમને નવડાવી, નવા કપડાં આપી, ભોજન કરાવી પતિ સાથે મિલન કરાવતા પોલીસ મહિધરપૂરા પોલીસ મથકમાં લાગણીભર્યા દૃશ્‍યો સર્જાયેલ. આ બાબતે પોલીસ કમિશનર અને ડીસીપી દ્વારા અભિનંદન આપવામાં આવેલ.

ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તો વારંવાર ટ્‍વીટ કરી હર્ષ વ્‍યકત કરે છે, સુરત પોલીસની આ કામગીરી પીએમ ઓફિસ સુધી પહોંચી છે.

(11:22 AM IST)