News of Friday, 23rd August 2024
નર્મદા જિલ્લામાં સર્વાત્રિક વરસાદી માહોલ : પ્રવાસીઓમાં સોનામાં સુગંધ ભળે તેવો ઘાટ સર્જાયો
સ્ટેચ્યુ ઑફ યુનિટી, નર્મદા ડેમ પરના મનમોહક દ્રશ્યો સામે આવ્યા

નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. દસ દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી છે. નર્મદામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી, નર્મદા ડેમ પરના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. પ્રવાસીઓ માટે સોનામાં સુગંધ ભળે તેવો ઘાટ સર્જાયો છે. વરસાદને પગલે પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
