<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

વડોદરાના શિનોર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

દામાપુરા, કંજેઠા, મોટા ફોફળિયા, શિમળી ગામમાં વરસાદ :સેગવા, સાધલી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો

વડોદરા : રાજ્યમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. 

  આ દરમિયાન શિનોરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દામાપુરા, કંજેઠા, મોટા ફોફળિયા, શિમળી ગામમાં વરસાદ નોંધાયો છે. સેગવા, સાધલી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ છે.

(11:46 AM IST)