<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરશે

બંગાળની લો-પ્રેસર સિસ્‍ટમ્‍સની અસરરૂપે સાર્વત્રીક વરસાદનો રાઉન્‍ડઃ અશોકભાઇ પટેલ

* આગાહી સમયમાં બહોળા વિસ્‍તારમાં ૩પ થી ૭પ મી. મી. કુલ વરસાદ (સવાથી ૩ ઇંચ)

* ર૦ ટકા સુધીના વિસ્‍તારમાં ૭પ મી. મી. થી ૧પ૦ મી. મી. કુલ વરસાદ (૩ થી ૬ ઇંચ)

* લો-પ્રેસર સિસ્‍ટમ્‍સ આધારીત આઇસોલેટેડ વિસ્‍તારમાં ભારેથી અતિ ભારે ર૦૦ મી. મી. (૮ ઇંચ)

* અમુક આઇસોલેટેડ વિસ્‍તારમાં ૩પ મી. મી. સુધી (સવા ઇંચ)

* તા. ર૪ થી ર૯ ઓગષ્‍ટ પવનનું જોર રહેશે

રાજકોટ તા. ર૩ :.. સાતમ-આઠમ પર્વમાં મેઘરાજા જમાવટ કરશે. બંગાળની લો-પ્રેસર સિસ્‍ટમ્‍સની અસરરૂપે સાર્વત્રીક વરસાદનો રાઉન્‍ડ આવશે. તેમ વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે તેઓ જણાવે છે કે વરસાદનો મુખ્‍ય રાઉન્‍ડ તા. ર૪-રપ થી ર૮ સુધી ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તા. ર૪-રપ થી ર૯ ઓગષ્‍ટ સુધીનો રહેશે.

તા. ર૩ થી ર૯ ઓગષ્‍ટ દરમ્‍યાન બહોળા વિસ્‍તારમાં ૩પ થી ૭પ મી. મી. સુધી કુલ વરસાદ, તેમજ ર૦ ટકા વિસ્‍તારોમાં ૭પ મી. મી. થી ૧પ૦ મી. મી. કુલ વરસાદ તથા લો-પ્રેસર સિસ્‍ટમ્‍સના ટ્રેક આધારીત આયસોલેટેડ વિસ્‍તારમાં ભારેથી અતિભારે ર૦૦ મી. મી. થી વધુ વરસાદની શકયતા છે. તો આઇસોલેટેડ વિસ્‍તારમાં ૩પ મી. મી. સુધી કુલ વરસાદની શકયતા છે.

તેઓએ જણાવેલ કે હાલની પરીસ્‍થિતિ મુજબ  મધ્‍ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે ૫.૩૦ વાગ્‍યે ગોવા મહારાષ્‍ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી ૪.૫ કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પヘમિ તરફ ઝુકે છે. આવતા ૧૨ કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્‍લા દેશ અને આસપાસ ના વિસ્‍તાર પર નું લો પ્રેસર પヘમિ તરફ ગતિ કરી ને પヘમિ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી ૯.૪ કિમિ લેવલ સુધી છે. પヘુિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા ૨૪ કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્‍યાંથી પヘમિ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્‍ટર અને ત્‍યાંથી નોર્થ ઇસ્‍ટ બંગાળ ની ખાદી તરફ લંબાય છે અને ૦.૯ કિમિ લેવલ સુધી છે.

૫.૮ કિમિ લેવલ માં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે. નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી ૨૪ ઓગાટ આસપાસ થવાની શકયતા.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે  સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ તા. ૨૩ થી ૨૯ ઓગસ્‍ટ સુધીની આગાહી  સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ માં વરસાદ ના સારા રાઉન્‍ડ ની શકયતા છે. મુખ્‍ય વરસાદ નો રાઉન્‍ડ ગુજરાત રિજિયન માં ૨૪/૨૫ થી ૨૮ ઓગસ્‍ટ સુધી અને સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ માં ૨૫/૨૬ થી ૨૯ ઓગસ્‍ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્‍તાર માં ૩૫ થી ૭૫  મી. મી. કુલ વરસાદ ની શકયતા, તેમજ ૨૦ ટકા સુધી ના વિસ્‍તાર માં ૭૫  મી. મી. થી ૧૫૦  મી. મી. કુલ વરસાદ ની શકયતા અને લો પ્રેસર સિસ્‍ટમ્‍સના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્‍તાર માં ભારે થી અતિ ભારે ૨૦૦  મી. મી. થી વધુ કુલ વરસાદ ની શકયતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્‍તાર માં ૩૫ મી. મી. સુધી કુલ વરસાદ ની શકયતા છે. તારીખ ૨૪ થી ૨૯ ઓગસ્‍ટ સુધી પવન નું જોર રહેશે.

(11:47 AM IST)